સરહદી બનાસકાંઠા જિલ્લામાં થોડા સમય પહેલા પવન સાથે વરસાદ પડ્યો છે. જેમાં ધાનેરા, થરાદ અને ડીસામાં પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. બનાસકાંઠામાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે અને આજે આચાનક વાતાવરણમાં પલટો થવાની સાથે વરસાદ પડ્યો છે.
હાલના સમયમાં બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં બાજરીના પાકનું વાવેતર થયેલ છે અને ખેડૂતોનું માનવું છે કે આ આચાનક વરસાદ પડવાના લીધે પાકને કોઈ જાતનું નુકસાન થવાનું નથી પરંતુ ઉભેલી બાજરી નીચે પડી જવાનો ભય રહેતો હોય છે.