રાજ્યમાં માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત છે, જે ક્રમમાં કચ્છ, વલસાડ બાદ હવે બનાસકાંઠા ચર્ચામાં આવ્યું છે. બનાસકાંઠા પોલીસે નશા યુક્ત પદાર્થના હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને 12 લાખથી વધુની કિંમતનું ચરસ ઝડપી પાડ્યું છે. આ ચરસ રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડવાનું હતું.જોકે ગુજરાતની બોર્ડર પર ચરસ પહોંચતા જ પોલીસે આ ચારસ ઝડપીને નશાના સૌદાગરોનો ખેલ ઉંધો પાડી દીધો. પોલીસે ચરસની હેરાફેરી કરનારા બે આરોપીઓની પણ અટકાયત કરી દીધી છે.