ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસને લઇને રાજ્યમાં એક તરફ લોકડાઉનના પગલે રોજગાર-ધંધા ઠપ થઇને પડ્યા છે ત્યારે બીજી બાજુ રાજ્યના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માથે પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ જોવા મળી. જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં બાજરી, જુવાર અને મગફળીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી જોવા મળી છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં વાઝોડા સાથે વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જિલ્લાના બાજરી, જુવાર અને મગફળીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. જો કે લોકડાઉન વચ્ચે જિલ્લા કલેકટરે ટ્વિટ કરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરી છે.
પાલનપુરમાં BSNLનો ટાવર ધરાશાયી
બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલે કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. જેમાં જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે ભારે વાવાઝોડા સાથે વરસાદે વિનાશ વેર્યો છે. શહેરના જોરાવર પેલેસમાં ટાવર ધાશાય થયો છે. જોરાવર પેલસમાં BSNL નો ટાવર ધરાશાય થઇ હેડ પોસ્ટ ઓફિસ પર પડ્યો. જેના કારણે મોબાઇલ ટાવરને ભારે નુકસાન થયેલું જોવા મળ્યું છે.
થરાદ માર્કેટિંગ યાર્ડમાં પડેલી બોરિયો પલળી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વરસાદ પડતાં થરાદ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલી વિવિધ પાકોની બોરિયો પલળી ગઇ હતી. ટેકાના ભાવે ખરીદેલા રાયડા સહિત જીરું, મેથી, ઘઉં જેવા પાકોની બોરિયો પલળી જતાં મોટું નુકસાન થયું છે. આમ જિલ્લામાં એક તરફ કોરોના કહેર અને બીજી તરફ કમોસમી વરસાદના કહેરના કારણે ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.