બનાસકાંઠાનાં દાંતીવાડાનાં મોટી મહુડી પાસે મોડી રાત્રે એક લક્ઝરી બસ પલટી જતાં બસમાં સવાર 35 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે પાંથાવાડા, ડીસા તેમજ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે આ બસ ઝાલોરથી વડોદરા જઈ રહી હતી.
ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઇને ગંભીર ઇજાઓ પહોંચી નથી. હાલ આ મામલે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.