એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરી દ્વારા દિવાળી પહેલાં દૂધ ઉત્પાદકોને ભેટ આપવામાં આવી છે. બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં 15 રૂપિયા વધારો જાહેર કરવામાં આવ્યો છે. ભાવ વધારા બાદ હવે દૂધ ઉત્પાદકને પ્રતિ કિલો રૂપિયા 675ના બદલે 690 રૂપિયા ભાવ મળશે. બનાસ ડેરીના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના ત્રણલાખ પશુપાલકોને ફાયદો થશે.