ભારત દેશ ૧૫મી ઓગસ્ટના દિવસે ગુલામીની કાળી રાત માંથી આઝાદ થયો. દેશ આઝાદ થયો તે સમયે અનેક લોકો ગરીબીની રેખા હેઠળ જીવતા હતા. જેમાં ખાસ કરીને ગામડાના લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી, ગામડાઓને કેવી રીતે સધ્ધર કરવા તે સૌથી મોટો પડકાર હતો, તેના માટે દેશ-રાજ્યના લોકો-નેતાઓ પ્રયત્ન કરવા માટે કટિબધ્ધ બન્યા હતા. જેમાં ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલ બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા માટે તે સમયના બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું નામ અગ્રેસર આવે છે, તેઓને ‘ગલબાકાકા’ના હુમલામણ નામથી ઓળખવામાં આવતા. તેમણે બનાસકાંઠાના રણ વિસ્તારમાં શ્વેતક્રાંતિ કરીને અનેક ગરીબ ખેડૂતોને સુખી કર્યાં છે.
સ્વ.ગલબાકાકાનું એક સપનું હતું કે, “મારા જિલ્લાના છેવાડાના ગામમાં રહેતી કોઈ વિધવા બહેન દાતરડાના હાથ પર સ્વમાનભેર જીવન ગુજારી શકે તેવા ધંધા વિકસાવવા છે”.
હાલના સમયમાં તો બનાસવાસીઓ માટે બનાસ ડેરી ખેડૂતોની જીવાદોરી છે. નિ:સ્વાર્થ અને સાદગી જેવા ગુણોનો સમન્વય ધરાવતા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલે અમૂલ પેટર્ન આધારિત બનાસકાંઠા જિલ્લામાં સહકારી દૂધ સંઘનું સર્જન કર્યું હતું. પાલનપુર અને વડગામ તાલુકાની આસપાસ માત્ર ૮ દૂધ મંડળીઓથી શરુઆત કરીને તેમનું દૂધ એકત્રિત કરીને તારીખ ૦૩-૧૦-૧૯૬૬થી દૂધ સાગર ડેરી, મહેસાણા ખાતે આપવાનું શરૂ કર્યું ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,પાલનપુરની નોંધણી સહકારી કાયદા હેઠળ તારીખ ૩૧.૦૧.૧૯૬૯ના રોજ કરવામાં આવી હતી. બનાસ ડેરી તે સમયે બનાસકાંઠાના ખેડૂતો માટે રણમાં મીઠાં જળની વીરડી સમાન હતી.
સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ રોપેલો એક છોડ જોતજોતામાં તો વૃક્ષ થઇ લહેરાઈ રહ્યો છે. આજના સમયમાં બનાસ ડેરી પ્રતિદિન ૫૦ લાખ લિટર દૂધ સંપાદન કરતી એશિયાની પ્રથમ ક્રમાંકની ડેરી તરીકે પ્રસ્થાપિત થઈ છે. બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલના જીવન કવનથી મારા અને તમારા જેવા અનેક યુવાને ઘણી બધી પ્રેરણા મળી શકે છે, વર્તમાન સમયમાં યુવાધન જીવન ઘડતર કરવા કરતા ડીગ્રીને વધારે મહત્વ આપે છે. સ્વ.ગલબાકાકા ઘણું ભણેલા ન હતા છતાં તે સમયે તેમણે બનાસ ડેરી જેવી સંસ્થાની કપરા સમયમાં પણ શરૂઆત કરી. બહુ જ ઓછું ભણેલા પણ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ રણમાં વસતા લોકોને કેવી રીતે સુખી કરી શકાય તેની સહકારી ઇતિહાસની અમર કહાની છે. જીવન અનુભવ એજ તેઓની કાર્યશાળા હતી.
ગલબાભાઈ નાનજીભાઈ પટેલને જીવનમાં અનેક નિષ્ફળતા મળી હતી. તેઓએ નિષ્ફળતામાં પણ સફળતાની નિશાની જોઈ હતી. પિતા નાનજીભાઈ પટેલ વડગામ તાલુકાના નળાસર ગામમાં ખેતીની આવક ધરાવતા મધ્યમ વર્ગના ખેડૂત હતા અને માનવતાના ગુણ ધરાવતા હતા. મોટી ઉંમર સુધી જિદંગીમાં અનેક બાધાઓ અને માનતાઓ બાદ ટેક લાકડી પ્રાપ્ત થઈ ન હતી. નાનજીભાઈના ત્યાં મોટી ઉંમરે ઘરમાં પગલી પાડનાર દીકરાનો જન્મ થયો. તેનું નામ “ગલબા”રાખવામાં આવ્યું હતું, પરંતુ કુદરતની વિચિત્રતા અલગ હતી, નાનકડા બાળ “ ગલબા” ને પિતા છોડીને અનંત યાત્રામાં ચાલ્યા ગયા હતા. માતા પાસે દુઃખ ભર્યા ડુસકા સિવાય કશું બચ્યું ન હતું. “ગલબા”ના માતાજી હેમા બેન વૈધવ્યના ઘાને સહન ન કરી શકયાં અને માત્ર છ મહિનાના ટૂંકા ગાળા દરમિયાન નાનજીભાઈની પાછળ ઈશ્વરના ઘેર ચાલ્યા ગયા હતા. સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બહુ જ નાની વયના હોવાથી તેઓનો ઉછેર કરવાની જવાબદારી નાનજીભાઈના નાનાભાઈ દલુ ભાઈના શિર પર આવી પડી હતી. હેતાળ કાકા તથા વાત્સ્યલના મૂર્તિ મેનાં કાકીએ પોતાના જીવ જેમ ઉછેર કરીને ‘ગલબા’ને દસ વર્ષોનો કર્યો હતો.
સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના વિચારોનું અનૂસરણ કરનારા હતા. કબીરની વિચારધારાથી પણ પ્રભાવિત હતા. તેમેણે પોતાના જીવનને નવા દ્રષ્ટિકોણથી જોયું હતું. તેઓ કઈ’ક નવું કરવાની નેમ ધરાવતા હતા. તેઓ દરરોજ ઢોર ચરાવવા જતા હતા. જીવનની ક્ષિતિજ વિસ્તારવા માટે ભણવું જરૂરી હતું. આખા નળાસર ગામમાં માત્ર ગલબા ભારથી નામનો છોકરો ભણેલો હતો. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે અને ગલબા ભારથી બન્ને સીમમાં ઢોર છુટ્ટા મૂકીને અભ્યાસ કરે . ભણવાની બરાબર લગની લાગી હતી. ઢોર ચરાવતાં ગલબાભાઈ નાનજી પટેલની પ્રવૃત્તિ દલુ ભાઈ જાણી ચૂક્યા હતા. તેથી તેમને મજાદરની એક ગામઠી શાળામાં ભણવા માટે મુકવામાં આવ્યા. ત્યાં ત્રણ ચોપડી ભણે તો સારું એમ વિચારીને નળાસરની બાજુમાં અભ્યાસ પુરો કર્યો પછી તેના પોંહાળવાસણાથી દોઢ કિલોમીટર દૂર કાણોદરમાં મોટી શાળા હતી ત્યાં રહેવા આવવાનું થયું. ત્યાં સાત ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો તેથી બાર વર્ષની ઉંમરે કાકા અને કાકીની છત્રછાયા છોડીને હવે પોંહાળ ખાતે મુળી માસીને ત્યાં રહેવાનું નક્કી કરવા આવ્યું.
તેઓ કોઈ નાત જાતનો ભેદભાવ રાખતા ન હતા, દરેક માટે એમનો પ્રેમ સરખો હતો. એક ઘટના તેની સાક્ષી છે, તેઓએ જયારે ખભા પર દફતર લઈને કાણોદરની શાળામાં પ્રવેશ કર્યો ત્યારે એક નવા જ દ્રષ્ટિકોણથી આ વિશિષ્ટ વિદ્યાર્થીએ આખા વર્ગ ખંડ તરફ નજર કરી. વર્ગની એક બાજુ બે -ત્રણ વિદ્યાર્થી બેઠા હતા. બીજી તરફ આખો વર્ગ હતો. તેઓ ધીમેથી જે વિદ્યાર્થીઓ દુર બેઠલા હતા તેમાં જઈને બેસી ગયા. તે જોઈને વર્ગમાં બેઠેલા સ્વર્ણ જ્ઞાતિના છોકરા હસી પડ્યા અને કહેવા લાગ્યા કે “ ગલબા ક્યાં જઈને બેઠો છે, જ્યાં બેઠો છે ત્યાં તો બધા તુરી ના છોકરા બેઠા છે.” તે સમયે આખા વર્ગખંડમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ત્યારે ગલબાકાકાએ પોતાની ગામઠી બોલીમાં કહ્યું કે ‘તી’ચામડાના મેળામાં આંઈ બેહવું કે તા... ઈમાં આટલો દાખડો શું...?ને મારા નળાહરમાં તો ભગવાને તુરીનાં ખોખાં જ ગોઠવ્યા સે ને ...”
મુળી માસીને એક પણ સંતાન નહોતું. વિધવા બન્યા પછી લાડ લડાવવા માટે તેમને ગલબા ભાઈ નાનજી ભાઈ પટેલમાં એક વ્હાલનું , સ્નેહનું ઉગતું કિરણ મળી ગયું હતું.
આઝાદી પહેલાં ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણની લડત ચલાવેલી અને ગલબાભાઈ નાનજીભાઈ પટેલે જાણ્યે -અજાણ્યે એ ઝંડો પોતાના ખભા ઉપર ઉપાડી લીધો ન હોય તેવું લાગી રહ્યું હતું. એક સમયે બનાસકાંઠામાં ઊંચ- નીચનો ભેદ-ભાવ વધારે જોવા મળતા હતા. તે દૂર કરવા માટે ગલબાકાકાએ આ શુભ કાર્યની શરૂઆત પોતાનાથી જ કરી હતી. યુવાનીના પગલા હજી માંડ્યા ન હતા એવી કુમળી વયે આભડછેટની પરવા કર્યા વિના જ હરિજનના યુવાનોને પોતાના દોસ્ત બનાવી લીધા. સર્વ જાતિના લોકોને એકસમાન ગણ્યા હતા.
ગલબાભાઈ નાનજીભાઈ પટલે જીવનમાં અનેક નિષ્ફળતા જોઈ હતી પરંતુ તેઓ સંઘર્ષ કરવાથી કોઈ દિવસ ડર્યા ન હતા. તેઓએ બેચર શેઠને ત્યાં નોકરી કરવાની શરુઆત કરી પરંતુ તેઓ તો કોઈ ઉધારે માંગે તો તરત આપી દેતા હતા અને કડક ઉઘરાણી પણ કરતા નહી, તેમનામાં શોષણ કરવાની વૃત્તિ હતી નહી. વાણોતર હવે વેપારી બન્યો, ખેડૂત મટીને વૈશ્ય બન્યા, ગલબાભાઈ નાનજીભાઈ પટેલ તો હળ હાંકનાર ખેડૂત હતા એટલે એમના લોહીમાં વૈશ્યવૃત્તિ તો હતી નહી. આખરે ધંધામાં નુકસાન થતા દુકાન બંધ કરવી પડી.
થોડા સમય બાદ બેચર શેઠ અને ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ભાગીદારમાં લાકડાની લાઠીનો ધંધો કર્યો. તેમાં પણ નિષ્ફળતા મળી અને આખરે ધંધો બંધ કરવો પડ્યો. ડગલે ને પગલે નિષ્ફળતા મળવા લાગી હતી. આખરે પોતાના ગામ નળાસર આવીને દુકાન કરી તેમાં પણ નિષ્ફળતા મળી. દુકાન બંધ કરવાનો વારો આવ્યા છે. તેઓને નળાસરની બાજુમાં આવેલ મજાદર ગામના મૂળચંદ શેઠે પોતાના વેપારમાં ભાગીદાર બનાવ્યા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ઇસબગુલ, રાયડો અને બીજા અનાજ ગામડામાં તોલવા જતા. ગરીબ ખેડૂતોને ત્યાંથી એકપણ દાણો વધારે ન આવે તેનું ધ્યાન રાખતા. પરિણામે ૪૦ના બદલ ૩૯ શેર જ અનાજ ઉતરતું અને તેના લીધે નુકસાન વેઠવું પડ્યું તેઓ બટાકાની ખેતીમાં પણ નુકસાન કરે છે. એક વેપારી સાથે સટ્ટો રમવા જતાં હારી જાય છે. આમ તેમને નિષ્ફળતા પર નિષ્ફળતા મળવા લાગી હતી. ખેતી અને વેપાર ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા પછી તેમણે છાપીમાં ઇસબગુલની ઘંટીમાં એક મજુર તરીકેનું કામ શરુ કર્યું. તેઓએ ઇસબગુલની ઘંટીમાં ત્રણ- ત્રણ મણની બોરીઓ તેઓ ઉઠાવતા પરંતુ મજૂર તરીકે તેઓ ઘણો સમય ટકી શક્યા નહીં.
હવે તેઓને વેપારનો મોહ જાગ્યો, તેથી ભેંસો પારખવાનો રસ જાગ્યો અને તે ધંધામાં ઝપલાવ્યું., તેમનું મન મુંબઈ તરફ ગયું. તે સમયમાં મુંબઈમાં છાપીના કેટલાક મુમન ભાઈઓએ ભેંસોનો કોઠો બનાવ્યો હતો. તેઓ પણ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક કોઠો બનાવીને મુંબઈમાં દૂધ વેચવાનો ધંધો કર્યો. મુંબઈ ગયા બાદ દૂધના વેપારમાં નિષ્ફળ તો નીવડ્યા જ પરંતુ તેના લીધે જીવનમાં અનેક પરિવર્તન આવ્યા હતા. કદાચ તેમને બનાસ ડેરી સ્થાપવાનો વિચાર ત્યાં થી આવ્યો હશે.
ગલબાભાઈ નાનજીભાઈ પટેલ સાચા અર્થમાં ખેડૂતોના નેતા હતા. ઈ.સ ૧૯૪૨માં ભારત દેશમાં હિન્દ છોડો આંદોલન ચાલી રહ્યું હતું. તે સમયમાં પાલનપુરના નવાબે ખેડૂતો પર ટેક્સ નાખ્યો હતો. તેવા સમયમાં તેમણે ખેડૂતોની સભા બોલાવી અને ખેડૂતો પર ટેક્સ નાખ્યો તેનો જોરદાર વિરોધ્ધ દર્શાવ્યો. પાલનપુરના નવાબ સાહેબે જે કર નાખ્યો તેની સામે તેઓએ એક એડવાઈઝરી બોર્ડની સ્થાપના કરી હતી અને તેઓ તેના સભ્ય બન્યા. આખરે આંદોલન સફળ થયું અને ખેડૂતો પર લગાવેલ ટેક્સ માફ કરવામાં આવ્યો. તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાનું નક્કી કરવામાં આવ્યું.
ગલબાભાઈ નાનજીભાઈ પટેલે પછાત લોકોનો વિકાસ થાય તે અર્થે સહકારી પ્રવૃત્તિનો આરંભ કર્યો. દેશ આઝાદ થઈ ચૂક્યો હતો તે સમયે તેઓ એક સામાજિક નેતા તરીકે ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. તેઓએ વર્ષ ૧૯૪૮ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓની સર્વ પ્રથમ નજર સહકારી પ્રવૃતિ પર ગઈ, ગરીબ ખેડૂતોને બેઠા કરવા હશે તો તે કાર્ય સહકારી પ્રવૃતિ દ્વારા જ થઇ શકાશે તેમ વિચારી એક સહકારી મંડળીની શરૂઆત કરવામાં આવી. ઈ.સ ૧૯૫૪ -૫૫ ગુજરાતમાં સૂતર પર નિયંત્રણ લાદવામાં આવ્યું. તે સમયમાં તેઓએ હરિજનો માટે વીવર્સ સહકારી મંડળીની સ્થાપી હતી. તેમાં એક હરિજન ભાઈને પ્રમુખ બનાવ્યો અને ગલબાભાઈ નાનજીભાઈ તેના સભ્ય બન્યા હતા
દેશ આઝાદ થયા બાદ ૧૯૫૨માં પ્રથમ રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ આવી. ગલબાભાઈ નાનજીભાઈ પટેલને કોંગ્રેસ સંસ્થા પક્ષે ઉમેદવાર તરીકે પસંદ કર્યા અને તેઓ દ્રીભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ૧૯૫૭ની ધારાસભાની ચૂંટણીમાં પણ તેઓ વિજય થયા હતા. ગલબાભાઈ નાનજીભાઈ પટેલએ ઈ.સ ૧૯૬૮માં બનાસકાંઠા જિલ્લાના પંચાયત પ્રમુખ બન્યા હતા. તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ પણ પ્રમુખ રહ્યા હતા
ગલબાભાઈ નાનજીભાઈ પટેલનું ૩ જાન્યુઆરી,૧૯૭૩ના દિવસે દેહાવસાન થયું હતું
હાલના સમયમાં બનાસ ડેરી વિશ્વ માટે સફળગાથાની કહાની છે.
અનુભવ એજ શ્રેષ્ઠ શિક્ષક છે.