રવિવારે મુંબઈથી દુર્ગાપુર જતી વખતે સ્પાઇસજેટના વિમાનની દુર્ઘટના અંગે મહત્ત્વની જાણકારી સામે આવી છે. આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી મુજબ ડીજીસીએએ સ્પાઇસજેટની સેવા રોકી દીધી છે. કોલકાતામાં બોઇંગ ૭૩૭-૮૦૦ વિમાનને રોકવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્રૂને પણ ઓફ રોસ્ટર થઈ જવા કહેવાયું છે.
ડીજીસીએએ તપાસ પછી વિમાનના ક્રૂ, વિમાનના મેઇન્ટેનન્સ એન્જિનીયર (એએમઇ) અને સ્પાઇસજેટના મેઇન્ટેનન્સ કંટ્રોલ સેન્ટરના વડાને તાજેતરમાં કામ કરતા અટકાવી દીધા છે. આ વડાએ જ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી વિમાન ઉડવા માટેની મંજૂરી આપી હતી. સાવધાનીના પગલા તરીકે ડીજીસીએ સ્પાઇસજેટના વિમાનોા કાફલાનું પણ નિરીક્ષણ કરી રહ્યું છે.