પાટનગર નવી દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે તત્કાળ અમલમાં આવે એ રીતે પેટ્રોલ-ડિઝલથી ચાલતા જનરેટર્સ પર બૅન જાહેર કર્યો હતો.
દિલ્હી સરકારના પર્યાવરણ ખાતાના પ્રધાન ગોપાલ રાયે એક ટ્વીટ કરતાં આ હુકમની જાણ કરી હતી. અત્યાર અગાઉ કેજરીવાલ સરકારે કન્સ્ટ્ર્ક્શન અને ડિમોલીશન સાઇટ્સ માટે પણ આકરા નિયમો જાહેર કર્યા હતા. હવે જનરેટર્સ પર બૅન જાહેર કર્યો હતો.
અત્રે એ યાદ રહે કે છેલ્લાં થોડાં સપ્તાહથી પાડોશનાં રાજ્યો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઊભો પાક લણવા માટે પરાળ બાળવાની શરૂઆત થઇ હતી. એ સાથે દિલ્હીની હવા ઝેરી થવાની પણ શરૂઆત થઇ હતી. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયમન બોર્ડે દિલ્હી સરકારને ચેતવણી આપી હતી કે ધ્યાન રાખજો, દિલ્હીની હવા દૂષિત થઇ રહી હતી. એર ક્વોલિટી ઇન્ડેક્સ વધીને 300નો આંક વટાવી ગયો હતો જે ખૂબ જોખમી પરિસ્થિતિ હતી.