દિલ્હી સતત વાયુ પ્રદૂષણથી પીડાઈ રહી છે ત્યારે હવે સરકારે BS-III પેટ્રોલ અને BS-IV ડીઝલ ફોર વ્હીલ વાહનોના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. કોલ્ડ વેવ વચ્ચે ધીમા પવનને કારણે દિલ્હીમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી છે. હવે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટે પ્રદૂષણ વિરોધી પગલાં વધુ કડક રીતે લાગુ કરવા નિર્દેશ આપ્યો છે.