ભારતમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરના ખતરાને જોતા અને ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) એ મોટો નિર્ણય લેતા દેશથી આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો આવવા અને જવા પર લાગૂ પ્રતિબંધને 31 જુલાઈ સુધી લંબાવી દીધો છે. આ પહેલા કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે ડીજીસીએએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 30 જૂન સુધી વધાર્યો હતો. પરંતુ કોમ્પીટેન્ટ ઓથોરિટી દ્વારા કેસ-દર-કેસના આધાર પર માત્ર સિલેક્ટેડ રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ઉડાનોના સંચાલનની મંજૂરી આપી શકાય છે.