અમદાવાદ શહેરમાં સવારે 8-00 વાગ્યાથી રાત્રે 10-00 વાગ્યા સુધી ખાનગી પરિવહનના ભારે વાહનો અને લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને બહાલ રાખતાં સીંગલ જજના ચુકાદા સામે લક્ઝરી બસ સંચાલકો તરફથી હાઇકોર્ટમાં કરાયેલી અપીલની સુનાવણી આજે હાથ ધરાઇ હતી.