મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક અને થર્મોકોલમાંથી બનતી ચીજવસ્તુઓ પર 23 જૂનથી સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ થઈ જશે. આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે. રાજ્ય સરકારે નિયમ તોડનારાઓ પર કડકાઈપૂર્વક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. નિયમનું પાલન નહીં કરનારાઓને ત્રણ વર્ષની જેલ અને 25 હજાર રુપિયા સુધીનો દંડ થઈ શકે છે. પ્રતિબંધનો અમલ કરવા માટે મહાનગરપાલિકાએ અઢીસો અધિકારીઓને તહેનાત કર્યા છે.