મોદી સરકારે બુધવારે ઈ-સિગારેટ અથવા ઇલેક્ટ્રોનિક સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત અને વિતરણ પર પ્રતિબંધ લાદી દીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારામને પત્રકારોને જણાવ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટે ઈ-સિગારેટ અને તેને સમાન ઉત્પાદનો જનતા અને વિશેષ કરીને યુવાઓના આરોગ્યને હાનિકારક હોવાથી પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. અહેવાલો પ્રમાણે ઈ-સિગારેટના વ્યસનીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. બજારમાં ૧૫૦થી વધુ ફ્લેવર ધરાવતી ઈ-સિગારેટની ૪૦૦ કરતાં વધુ બ્રાન્ડ બજારમાં વેચાય છે પરંતુ તેમાંથી કોઈનું ઉત્પાદન ભારતમાં થતું નથી. યુવાઓ તમાકુના વ્યસન માટે નહીં પરંતુ સ્ટાઇલ માટે ઈ-સિગારેટના બંધાણી બની રહ્યાં હોવાથી તેમના આરોગ્ય પર જોખમ સર્જાયું છે.