લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિપક્ષ સતત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સાથે સરકરાના ચેડાં અંગે આક્ષેપો કરી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે મંગળવારે ઈવીએમ અને વીવીપેટના સંદર્ભમાં વિપક્ષને અનેક આકરાં સવાલ પૂછ્યા હતા અને બેલેટ પેપરના ઉપયોગ અંગે થતી ગેરરીતિઓની પણ યાદ અપાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માનવીય દખલ થાય ત્યારે સમસ્યાઓ પેદા થાય છે. અન્યથા મશીન તમને એકદમ સચોટ પરિણામ આપે છે.