મોદી સરકારે 1984 બેચની આઈપીએસ અધિકારી સામંત ગોયલને ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના નવા ચીફ તરીકે નિમણૂક કરી છે. સામંત ગોયલે જ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇકનું પ્લાનિંગ કર્યુ હતું. જણાવી દઈએ કે ગોયલ પંજાબ કેડરના 1984 બેચના અધિકારી છે. મહત્વનું છે કે નવા RAW ચીફ સામંત ગોયલ, હાલના ચીફ અનિલ કુમાર ધસ્માનાનું સ્થાન લેશે, જે નિવૃત્ત થઈ રહ્યા છે.
આ ઉપરાંત આઈપીએસ અધિકારી અરવિંદ કુમારને ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર તરીકે નિમાયા છે. કુમારને કાશ્મીર મામલાના એક્સપર્ટ માનવામાં આવે છે. અરવિંદ કુમાર 1984 બેચના જ આસામ-મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી છે.