આજે દેશભરમાં ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર,દિલ્હી, હૈદરાબાદથી લઇને દેશભરમાં ધામધૂમથી તેની ઉજવણી થઇ રહી છે. દિલ્હીની જામા મસ્જિદમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું છે. લોકોએ નમાઝ અદા કર્યા બાદ એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.
ઈદ વિશ્વભરના મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતો બીજો મુખ્ય ઇસ્લામિક તહેવાર છે અને તે અલ્લાહમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે પ્રોફેટ ઇબ્રાહિમના બલિદાનને યાદ કરે છે. બકરી ઈદ મુસ્લિમો દ્વારા ઝુલ અલ-હિજ્જાના મહિનામાં ઉજવવામાં આવે છે, જે ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરનો બારમો મહિનો છે.