સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ સામે ફટાકડાને લઈને નારાજગી વ્યક્ત કરી. આ બાબતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડા પર પ્રતિબંધ માત્ર આઈવોશ છે. શું કોઈને પ્રદુષણ ફેલાવવાનો મૌલિક અધિકાર છે? આ પ્રતિબંધ માત્ર દિવાળી પુરતો જ નહિ પરંતુ આખા વર્ષ દરમિયાન હોવો જોઈએ. લગ્ન અને ચૂંટણીમાં જીતના સમયે ફટાકડા ફોડવામાં આવે છે, પોલીસે શું કાર્યવાહી કરી? શું દિલ્હી પોલીસ દાવો કરી રહી છે કે દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. શું પોલીસે વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, તમે જે જપ્ત કર્યું છે તે ફટાકડાનો કાચો માલ હોઈ શકે છે.