ભારતીય રેસલિંગ ફેડરેશનની એડ-હોક કમિટીએ ક્રોએશિયામાં યોજાનારી ઝાગ્રેબ ઓપન માટે 13 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ક્રોએશિયાની રાજધાનીમાં આયોજિત થનારી પ્રથમ વિશ્વ રેન્કિંગ ટૂર્નામેન્ટ 10 થી 14 જાન્યુઆરી સુધી ચાલશે. હાલ WFI ભારતીય ઓલિમ્પિક સંઘની ત્રણ સભ્યોની સમિતિ દ્વારા ચલાવવામાં આવે છે. હાલ સમિતિના વડા ભૂપિન્દર સિંહ બાજવા છે