ભારતીય રેસલર બજરંગ પૂનિયાએ ડેન કોલોવ નિકોલા પેત્રોવ ટુર્નામેન્ટમાં અમેરિકાના જોર્ડન ઓલિવરને 12-3થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. ફ્રી સ્ટાઇલની 65 કિગ્રા ઇવેન્ટની ફાઇનલમાં બજરંગ એક સમયે 0-3થી પાછળ ચાલી રહ્યો હતો. આ પછી તેમણે સતત 12 પોઇન્ટ બનાવીને મેચને પોતાના નામે કરી હતી. બજરંગ સિવાય પૂજા પણ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. જ્યારે વિનેશ ફોગટે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે કુલ બે ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યા છે.
મહત્વનું છે કે, બજરંગ પૂનિયાએ ગઈ કાલે ટ્વીટર પર પોતાના હેન્ડલ પર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું એક ચિત્ર 'જય હિન્દ'ના નારા સાથે અપલોડ કર્યું હતું.