બજરંગ દળએ શનિવારે ગરબાના આયોજકોને લખેલા એક ખુલ્લા પત્રમાં કહ્યુ છે કે બિન-હિન્દુ સમુદાયો સાથે જોડાયેલા લોકોને ગરબા સ્થળે પ્રવેશ આપતાં પહેલા આધાર કાર્ડ તપાસો તેમજ પ્રવેશ સ્થળે આધાર કાર્ડ અનિવાર્ય કરો. પત્રમાં દાવો કર્યો છે કે બિન-હિન્દુ યુવા આ પ્રકારના સમારોહમાં પ્રવેશ કરીને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા રહે છે. સાથોસાથ આ પ્રકારના યુવા લોકોની સાથે મારપીટ પણ કરે છે.