બજાજ ઓટોએ સ્થાનિક બજારમાંથી ૫લ્સર અને એવેન્જર બાઇકનું વેચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કં૫નીના નિર્ણય અનુસાર પલ્સર 135 એલએસએ અને બજાજ એવેન્જર સ્ટ્રીટ 150 બજારમાં જોવા નહીં મળે. કંપનીએ ફક્ત 135 સીસી વાળી પલ્સરને ઓછી માંગના કારણે બંધ કરી છે. અન્ય માર્કેટમાં આ બાઇકનું વેચાણ ચાલુ રખાશે. પલ્સરના 150 સીસી વાળા મોડલનું સારૂ વેચાણ થઇ રહ્યું છે.