લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને મીસા ભારતીને 'નોકરી માટે જમીન' કેસમાં સીબીઆઈ કોર્ટમાંથી જામીન મળ્યા છે. કોર્ટે 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે. સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને અન્ય 14 લોકો સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ "નોકરી માટે જમીન" કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલે આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં લાલુ પ્રસાદના પરિવારને રજૂ કરવામાં આવ્યા હતા. લાલુ યાદવ પેશીમાટે વ્હીલચેર પર સીબીઆઈ કોર્ટ પહોંચ્યા હતા.