શાળામાં ભણતા બાળકો માટે મોટી ખુશખબરી છે, ભાજપ સરકાર બાળકોનું ભારણ ઓછુ કરવા જઇ રહી છે. પહેલી જુલાઇથી હવે 'નો બેગ નો બુક્સ ઑન શોલ્ડર્સ'. હરિયાણાની સો સરકારી પ્રાથમિક શાળાઓમાં પહેલા ધોરણમાં ભણતા બાળકોને પહેલી જુલાઇથી બેગનું વજન ઉચકવું પડશે નહીં. સરકાર આ શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 'નો બુક્સ, નો બેગ સિસ્ટમ' શરૂ કરવા જઇ રહી છે. આ સિસ્ટમને તમામ 8889 પ્રાથમિક શાળાઓમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં દરેક જિલ્લાની ઓછામાં ઓછી પાંચ અને વધારેમાં વધારે સો શાળાઓમાં સરકાર આ સિસ્ટમ અમલી બનાવવા જઇ રહી છે. પહેલા ધોરણમાં ભણતા ભૂલકાઓએ ઘરેથી રમતા-કૂદતા શાળાએ જવાનું થશે. તેમના ખભા પર બેગ નહીં હોય. બેગ રાખવા માટે બાળકોને શાળામાં જ બૉક્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં બેગ રાખવા માટે શિક્ષક તેમને મદદ કરશે.