આસામમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા ગૃહ મંત્રી અમિત શાહે ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા સ્થાનિક નેતા બદરુદ્દીન અજમલ સાથે ચૂંટણી માટે જોડાણ કરવામાં આવ્યુ છે.જેને લઈને અમિત શાહે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી ટુરિસ્ટ બનીને આસામમાં આવે છે.જાહેર કરે છે કે, બદરુદ્દીન અજમલ આસામની ઓળખ છે.પણ રાહુલ ગાંધી આસામને ઓળખતા નથી.આસામની ઓળખ તો શ્રીંમત શંકર દેવ અને માધવ દેવ છે.
તેમણે કહ્યુ હતુ કે, આજે હું આસામના લોકોને કહીને જઉં છું કે કોંગ્રેસ જેટલુ પણ જોર લગાવી લે પણ બદરુદ્દીન અજમલ આસામની ઓળખ નહીં બને.અમે આવુ નહીં થવા દઈએ.આસામમાં ઘૂસણખોરોને રોકવાનુ કામ બદરુદ્દીન અજમલની સરકાર નહીં કરી શકે પણ આ કામ માત્ર અને માત્ર ભાજપની સરકાર જ કરી શકશે.ભાજપે હંમેશા આસામનુ ગૌરવ વધારવાનુ કામ કર્યુ છે.