કેદારનાથ બાદ આજે સવારે ચારધામ યાત્રા અંતર્ગત બદ્રીનાથ ધામના દરવાજા પણ ખુલી ગયા છે. જ્યાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે.બદ્રીનાથ ધામના દરવાજા વૈદિક મંત્રોચ્ચાર અને શ્રી બદ્રી વિશાલ લાલ કી જયના નારા સાથે ખોલવામાં આવ્યા હતા. આ સમયે 20 હજારથી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.