Mumbai (SportsMirror.in) : પુલેલા ગોપીચંદ (Pullela Gopichand) મોટાભાગે પોતાની ભાવનાઓ ક્યારેય દેખાડતા નથી. પણ તેણે પોતાની ભાવનાઓ અને ગુસ્સો પોતાની બુકમાં કાઢ્યો છે. આ ગુસ્સો તેણે ભારતના જાણીતા બેડમિન્ટન દિગ્ગજ એવા પ્રકાશ પાદુકોણે પણ કાઢ્યો છે. ગોપીચંદે પોતાની બુક ‘ડ્રીમ્સ ઓફ અ બિલિયન : ઇન્ડિયા એન્ડ ધ ઓલિમ્પિક ગેમ્સ’ માં આ અંગે ખુલીને વાત કરી છે. તેણે (Pullela Gopichand) પોતાનું દર્દ જણાવતા લખ્યું હતું કે સાઇના નેહવાલને તેની એકેડમી છોડીને પ્રકાશ પાદુકોણેની એકેડમીમાં જવા માટે ખુદ પ્રકાશ પાદુકોણેએ સાઇનાને ઉશ્કેરી હતી. તેણે વધુમાં લખ્યું હતું કે તે હેરાન છે કે મહાન ખેલાડી અને ભારતના પહેલા બેડમિન્ટન સુપર સ્ટાર પાદુકોણે ક્યારેય મારા માટે સારી વાતો નથી કરી.
સાઇનાએ પાદુકોણ એકેડમીમાં જોડાવાનું નક્કી કર્યું તેનાથી હું ઘણો દુખી થયો
પુર્વ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયન અને રાષ્ટ્રીય મુખ્ય કોચ ગોપીચંદે બુકમાં પોતાના મુશ્કેલ સમયનો પણ ઉલ્લેખ કર્યો છે. ગોપીચંદે પોતાની બુકમાં ‘બિટર રાઇવલરી’ ટાઇટલના પાના પર તેણે ખુલાસો કર્યો છે કે જ્યારે સાઇના નેહવાલે 2014માં વિશ્વ ચેમ્પિયનશિપ બાદ બેંગ્લોરમાં પાદુકોણ એકેડમીમાં જોડાવાનો અને વિમલ કુમારના માર્ગદર્શનમાં ટ્રેનિંગ લેવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તે ઘણો દુખી થયો હતો. સાઇના નેહવાલના પતિ અને બેડમિન્ટન સ્ટાર પારૂપલ્લી કશ્યપે પણ તેની જાણકારી આપી હતી. બુકમાં તેના સહ લેખક બોરિયા મજુમદાર અને સીનિયર પત્રકાર નલિન મહેતા છે.
હું તેને રોકીને તેની પ્રગતી રોકવા માંગતો ન હતો : ગોપીચંદ
બુકમાં ગોપીચંદે ખુલાસો કર્યો છે કે, ‘તે એક એવી ઘટના હતી કે જાણે કોઇએ મારાથી જે વધુ નજીક હોય તેને મારાથી દુર કરી દેવામાં આવ્યું હોય. પહેલા મે સાઇના નેહવાલને નહીં જવાની વિનંતી કરી. પણ ત્યા સુધી તે બીજા કોઇના પ્રભાવમાં આવી ગઇ હતી અને તેણે પાદુકોણે એકેડમીમાં જવાનું મન બનાવી દીધું હતું. હું તેને રોકીને તેની પ્રગતીને રોકવા માંગતો ન હતો. મને ખ્યાલ આવી ગયો હતો કે આ અમારા બંનેમાંથી કોઇના માટે ફાયદાકારક ન હતું.
હું પીવી સિન્ધુ પર વધુ ધ્યાન આપી રહ્યો છું એવું સાઇનાને લાગી રહ્યું હતું : ગોપીચંદ
ત્યારે એવી વાત ફેલાઇ રહી હતી કે સાઇના નેહવાલને લાગી રહ્યું છે કે ગોપીચંદ વધુ ધ્યાન પીવી સિન્ધુ પર દઇ રહ્યા છે. ગોપીચંદે કહ્યું કે, હું, મારી પાસે અન્ય ખેલાડીઓ પણ હતા અને પીવી સિન્ધુએ 2012 અને 2014ના બે વર્ષમાં ઘણી પ્રગતી કરી હતી. પણ તે કારણથી સાઇના નેહવાલ પર ઓછું ધ્યાન દેવાનું વિચાર્યું પણ ન હતું. પણ હું આ વાત તેને સમજાવી ન શક્યો.