મહારાષ્ટ્રના બદલાપુરમાં બે કિંડરગાર્ટનની બાળાઓ સાથે યૌન શોષણની ઘટના બાદ હોબાળો થયો છે. રોષે ભરાયેલા ટોળાએ રેલવે ટ્રેક જામ કરી દીધો છે. સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે ટોળાને કાબુમાં લેવા લાઠીચાર્જ કર્યો હતો અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. આ મામલે વિરોધ પ્રદર્શન કરી રહેલા 300 લોકો વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસે 40થી વધુ લોકોની ધરપકડ કરી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.