સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૦૨માં ગુજરાતના રમખાણોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપતા એસઆઈટી રિપોર્ટ વિરુદ્ધ દાખલ કરાયેલી ઝકિયા ઝાફરીની અરજી ફગાવી દીધી છે. સુપ્રીમે ઝકિયા જાફરીની ઝાટકણી કાઢતા નોંધ્યું હતું કે છેલ્લા ૨૦ વર્ષથી આ મુદ્દાને સળગતો રાખવા માટે બદઈરાદાપૂર્વક આ અરજી કરાઈ છે. સુપ્રીમે આ કેસમાં નરેન્દ્ર મોદી સહિત ૬૪ લોકોને ક્લિનચીટ આપી છે. સુપ્રીમે ૨૦૦૨ના રમખાણો લઘુમતીઓ વિરુદ્ધ રાજ્ય સરકાર પ્રેરિત હોવાના જાફરીના દાવાને નકારી કાઢ્યો છે. અગાઉ ૨૦૧૨માં મેજિસ્ટ્રેટ અને ૨૦૧૭માં ગુજરાત હાઈકોર્ટે એસઆઈટીના રિપોર્ટને મંજૂરી આપી દીધી હતી. હવે સુપ્રીમે કહ્યું કે, આ અરજી તથ્યહીન છે. આમ, સુપ્રીમે એસઆઈટીની તપાસ ફરી શરૂ કરવાના પ્રયાસો પર પડદો પાડી દીધો છે.