કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે ભારતે ચીન સહિત બાકી દેશો પાસેથી રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગ કિટ મંગાવી હતી. માત્ર ચીનમાંથી જ 5 લાખ કિટ આવી હતી. રાજ્ય સરકારો તરફથી તેના ખરાબ પરિણામની ફરિયાદ બાદ ભારત સરકારે કિટ પરત મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને શુક્રવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે અમે એ દેશોની કિટ માટે કોઇ રકમ નહીં આપીએ. ઉલ્લેખનીય છે કે, પશ્વિમ બંગાળ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવેલી ટેસ્ટિંગ કિટના પરિણામો પર સવાલ ઉભા કર્યા હતા. ત્યાર બાદ સરકારે તેના ઉપયોગ પર પતિબંધ લગાવ્યો હતો.