અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં બુધવારે લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષથી મેરેથોન અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં સીબીઆઇ દ્વારા મુખ્ય આરોપી ગણાવાયેલા પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી મુરલી મનોહર જોશી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ભાજપ અને વિહિપના નેતાઓ સહિતના તમામ ૩૨ આરોપીને નિર્દોષ જાહેર કર્યાં હતાં. બુધવારે જ નિવૃત્ત થઈ રહેલા વિશેષ સીબીઆઇ અદાલતના જજ સુરેન્દ્રકુમાર યાદવે ૨,૩૦૦ પાનાંના ચુકાદામાં જણાવ્યું હતું કે, પુરાવાના અભાવે તમામ ૩૨ આરોપીને નિર્દોષ છોડી મૂકવામાં આવે છે. સીબીઆઇ તેના જ દ્વારા રજૂ કરાયેલા ઓડિયો અને વીડિયો પુરાવાની અધિકૃતતા પુરવાર કરી શકી નથી. બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના પૂર્વનિયોજિત નહોતી. આરોપીઓ દ્વારા મસ્જિદ તોડી રહેલા અસામાજિક તત્ત્વોને રોકવાનો પ્રયાસ કરાયો હતો.