અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ જફરના વંશજ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી છે. તુસીએ કહ્યું હતું કે જો અયોધ્યામાં રામ મંદિર બનશે તો તેનો પરિવાર તેની પ્રથમ ઇટ રાખશે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે અમે મંદિરના પાયા માટે સોનાની ઇટ દાનમાં આપીશું. હાલમાં જ તુસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તેમને અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસનો પક્ષકાર બનાવવાની માંગણી કરી હતી. જોકે આ અરજીનો સ્વિકાર કરવામાં આવ્યો ન હતો.
તુસીએ દાવો કર્યો છે કે જે રામ જન્મભૂમિને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેની માલિકાના હકના કાગળો કોઈ પણ પક્ષ પાસે નથી. આવા સમયે તેમણે કહ્યું છે કે મુગલ વંશના વંશજ હોવાના કારણે કોર્ટમાં પોતાની વાત કરવા માંગે છે. તુસીએ કહ્યું હતું કે તે માંગણી કરે છે કે ફક્ત એક જ વાર ભલે પણ કોર્ટ તેને સાંભળે. કોર્ટ સામે પોતાના વિચાર રાખવા માંગે છે.