જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાના એલર્ટ વચ્ચે ઘાટી ખાલી કરાવી દેવામાં આવી છે. કાશ્મીરમાં વધી રહેલા તણાવ વચ્ચે બાબા રામદેવે કહ્યું છે કે, આઝાદી બાદ જેની રાહ જોવાઇ રહી હતી, તે હવે થવાનું છે. દેશની એકતા માટે જરૂરી છે કે, કાશ્મીરમાંથી ધારા 370 હટાવી દેવામાં આવે.
બાબા રામદેવે કહ્યું હતું કે, અમને હોમ મિનિસ્ટર અમિત શાહ પર સંપૂર્ણ વિશ્વાસ છે. જમ્મુ કાશ્મીર હંમેશાંથી આપણું હતું અને આપણું જ રહેશે. હરિદ્વાર સ્થિત પતંજલિ યોગપીઠમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે કહ્યું હતું કે, કાશ્મીરમાં આઝાદી બાદથી ચાલી આવેલી ધારા 370 સમાપ્ત થવી જોઇએ. ધારા 370 સમાપ્ત કરવાની દિશામાં હંમેશાં તેમનું સમર્થન રહ્યું છે અને રહેશે. કાશ્મીરમાં બેસીને દેશનું અપમાન કરનારાને દેશ છોડવો જ પડશે.
બાબા રામદેવે વધુમાં કહ્યું હતું કે, કાશ્મીરમાં બેસીને ભારતના તિરંગાનું અપમાન કરનારા અને પાકિસ્તાનથી મળેલા ફંડથી ભારતીય સેના પર હુમલો કરનારાને પાઠ ભણાવવાનો હવે સમય આવી ગયો છે. ભારતીય સેના આવા આતંકીઓને જીવતા નહીં છોડે.