પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ખાદી ખરીદવાનો આગ્રહ અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનું સમર્થન કર્યુ છે. હવે ગ્રાહકો માટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ભારતમાં બનતા ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓની ખપત પુરી કરવા માટે એક વિશેષ ઇ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં ફક્ત સ્વદેશી ઉત્પાદનો ખરીદી શકાશે.
ઇ કોમર્સ કંપની OrderMe પર પતંજલિ હવે આયુર્વેદિક ઉત્પાદનોની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન વેચશે. ખાસ વાત તો એ છે કે ઓર્ડર કરવાથી ફ્રી હોમડીલેવરી કરવામાં આવશે. આ સિવાય પતંજલિ 1500 ડૉક્ટરો અને યોગની શિક્ષા માટે 24 કલાક મફત સલાહ આપશે.
15 દિવસમાં લોન્ચ થશે સાઈટ
બાબા સામદેવની ઇ-કોમર્સ સાઇટ આગામી 15 દિવસમાં માર્કેટમાં દસ્તક આપશે. કંપનીએ દાવો કર્યો છે કે આ વેબસાઇટ પર ઓર્ડર કરવામાં આવેલ સામાનને થોડા સમયમાં જ પહોંચાડવામાં આવશે.