યોગ ગુરૂ બાબા રામદેવએ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને કોરોના વાયરસની નવી દવા લૉન્ચ કરી છે. રામદેવની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા. રામદેવે કહ્યું કે પતંજલિની કોરોનીલ ટેબલેટ થી હવે કોવિડ (Covid-19)ની સારવાર થશે. તેઓએ દાવો કર્યો કે આયુષ મંત્રાલય એ કોરોનિલ ટેબલેટને કોરોનાની દવા તરીકે સ્વીકાર કરી દીધો છે.
નોંધનીય છે કે, આ પહેલા કોરોનીલ ટેબલેટને માત્ર ઇમ્યૂનિટી બૂસ્ટર કહેવામાં આવી હતી. બાબા રામદેવે કોરોનિલને CoPP - WHO GMPના પ્રોટોકોલ અને સર્ટિફિકેશન સિસ્ટમ અનુસાર કોરોનીલ ટેબલેટને સહાયક દવા જાહેર કરી.