ડ્રીમ ગર્લ ફિલ્મનાં એક્ટર આયુષ્માન ખુરાનાનો આજે 14 સપ્ટેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. આયુષ્માને બોલિવૂડમાં આજે એક ખાસ મુકામ હાંસેલ કરી લીધુ છે. જોકે તેણએ એક વાત સ્વીકારી હતી કે તે એક સમયે કાસ્ટિંગ કાઉચનો શિકાર થયો હતો.
સિંગર, વીજે નેશનલ એવોર્ડ વિનર એક્ટર આયુષ્માન ખુરાનાએ વર્ષ 2012માં ફિલ્મ વિક્કી ડોનરથી તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત કરી. આ અનોખા સબ્જેક્ટની પસંદગી કરીને તેણે બોલિવૂડમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવી લીધુ છે. તેનાં વિષયની પસંદગીની ચર્ચા હમેશાં થતી રહે છે.
આયુષ્માન એક્ટર બન્યો તે પહેલાં તે એન્કર અને રેડિયો જોકી હતો. આયુષ્માનને ઓળખ રિયાલિટી શો રોડિઝથી મળી હતી. આયુષ્માન રોડીઝની બીજી સિઝનનો વિનર હતો. જે બાદ તેણે ઘણાં શો હોસ્ટ કર્યા હતાં.
આયુષ્માન ખુરાનાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે તેની બાળપણની મિત્ર તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યાં. આ લગ્ન કર્યા તે સમયે તેનાં અકાઉન્ટમાં માત્ર 10 હજાર રૂપિયા હતાં. બંને પરિવારની વચ્ચે રિલેશન સારા હતા તેથી તેઓ લગ્ન માટે માની ગયા હતાં.