લોકસભાનાં પીઠાસીન સ્પીકર રમાદેવી વિશે અશોભનીય ટિપ્પણી કર્યા બાદ સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાનને ચોમેરથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આઝમખાનને તેમના નિવેદન માટે કોઈ પણ શરત વિના માફી માગવા કહ્યું છે. આ મુદ્દે સર્વપક્ષીય બેઠક બાદ સ્પીકર એ નિર્ણય પર પહોંચ્યા હતા કે સાંસદ આઝમખાન ભાજપનાં સાંસદ રમાદેવીની સદનમાં માફી માગે અન્યથા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, એનસીપીનાં સુપ્રિયા સૂળે સિવાય જયદેવ ગલ્લા, દાનિશ અલી સહિત વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા. આ તમામે પણ આઝમખાનના વિરોધમાં સખત કાર્યવાહી કરવાની માગણી કરી હતી.