પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સામે મુશ્કેલી ઉભી થઇ છે. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અઝહરુદ્દીનને સમન્સ મોકલવામાં આવ્યો છે. અઝહરુદ્દીન પર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ફંડના દુરુપયોગનો આરોપ છે. આ મામલો 20 કરોડ રૂપિયાની ઉચાપતનો કહેવાય છે. પૂર્વ ભારતીય કેપ્ટન અઝહરુદ્દીન ગુરુવારે ED સમક્ષ હાજર થવાના છે.