ભગવાનશ્રીરામનું શહેર અયોધ્ય હવે એનએસજી કમાન્ડોનું હબ બનશ. આતંકવાદના ભય અને તેમનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. એનએસજીના બ્લેક કેટ કમાન્ડો અયોધ્યામાં બનનારા એનએસજી હબમાં ગોઠવાયેલા હશે. એનએસજીને અયોધ્યામાં આતંકવાદ વિરોધી અને અપહરણ વિરોધી અભિયાનોની ખાસ જવાબદારી સોંપવામાં આવશે.