અયોધ્યામાં રામ મંદિર મુદ્દે અંતી હવે સુપ્રીમ કોર્ટ ઐતિહાસિક ચુકાદો આપવા જઇ રહી છે. શનિવારે ભારે સુરક્ષા વચ્ચે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધરણીય બેંચ આ મામલે પોતાનો અંતીમ ચુકાદો આપશે. જેને પગલે હાલ અયોધ્યામાં અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે સાડા દસ વાગ્યાની આસપાસ આ ચુકાદો આવશે જેને પગલે હાલ સૌની નજર સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તેના પર છે. દરમિયાન ચુકાદાને પગલે ઉત્તર પ્રદેશની તમામ શાળા-કોલેજોને ત્રણ દિવસ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે અને રાજ્યભરમાં ચાર સ્તરની સુરક્ષા તૈનાત કરી દેવાઇ છે.
- કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને દિલ્હીમાં શનિવારે સ્કૂલો બંધ રહેશે
- ઉત્તર પ્રદેશના અલીગઢ અને મુઝફ્ફરનગર, રાજસ્થાનના ભરતપુરમાં શનિવારે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે.
જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય: PM મોદી
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, તે કોઇની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને અપીલ કરું છું કે આપણી પ્રાથમિકતા રહે કે ફેંસલો ભારતની શાંતિ, એકતા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ મજબૂત કરે.