Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અયોધ્યામાં રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદામાં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI)ના પૂરાવા અગત્યનો ભાગ ભજવી ગયા છે.

કોર્ટે ASIના પૂરાવાના આધારે કહ્યુ છે કે, મસ્જિદ ખાલી જમીન પર નહોતી બનાવાઈ.એ સાથે જ કોર્ટે કહ્યુ હતુ કે, ASIના રિપોર્ટ પ્રમાણે ખોદકામ દરમિયાન જે પણ અવશેષો મળ્યા તે ઈસ્લામિક અવશેષો નહોતા.

ઉલ્લેખનીય છે કે, 15 વર્ષ પહેલા આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર અયોધ્યામાં વિવાદિત જમીનનીનીચે ખોદકામ કર્યુ હતુ.તે વખતે મળેલા પૂરાવાનુ વૈજ્ઞાનિક પરિક્ષણ કરાયુ હતુ.જેના આધારે સાબિત થયુ હતુ કે, અહીંથી મળેલા અવશેષ પ્રાચીન મંદિરના છે.

હિન્દુ પક્ષે દલીલ કરી હતી કે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ રામજન્મસ્થાનનુ બહુ ચોક્કસ વર્ણન કરાયુ છે.1528માં સેનાપતિ મીર બાકીએ મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી.એ પછી વિવાદાસ્પદ મસ્જિદની નીચેથી વિશાળ મંદિર હોવાના પ્રમાણ ASIના ખોદકામમાં મળ્યા છે.

હિન્દુ પક્ષની દલીલ હતી કે, ખોદકામમાં મળેલા પથ્થમાં દેવી દેવતાઓ તેમજ હિન્દુ ધાર્મિક પ્રતિકોની કોતરણી થયેલી છે.

બીજી તરફ સુન્ની વકફ બોર્ડનો આરોપ હતો કે, પુરાતત્વ એક ચોક્કસ વિજ્ઞાન નથી.જેમા જો અને તો પર ભાર મુકવામાં આવે છે. સુન્ની વકફ બોર્ડે પોતાના તરફથી રજૂ કરેલા બે પુરાતત્વ નિષ્ણાતો સુપ્રીયા વિરામ અને જયા મેનને ASIના પૂરાવા સામે સવાલ ઉભા કર્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ