અયોધ્યા મામલે મધ્યસ્થતાની પ્રક્રિયાના આદેશ બાદ શુક્રવારે પ્રથમ વખત સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. આ દરમિયાન જસ્ટિસ એફએમઆઇ ખલીફુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં મધ્યસ્થતાની પ્રક્રિયાને પૂરી કરવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો. ત્યાર બાદ કોર્ટે આ મામલે મધ્યસ્થતાનો સમય વધારીને 15 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે.
આ દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે આ મામલે મધ્યસ્થતા ક્યાં સુધી પહોંચી, જેની જાણકારી સાર્વજનિક ન કરી શકીએ. આને ગુપ્ત રહેવા દેવી જોઇએ. ત્યારે, અયોધ્યા મામલે હજુ 13 હજાર 500 પેજનું ભાષાંતર કરવાનું બાકી છે. મુસ્લિમ અરજીકર્તાઓના ભાષાંતર પર સવાલો ઉઠાવતા કહ્યું કે ભાષાંતરમાં કેટલીક ભૂલો છે. ત્યારબાદ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને પોતાની તકલીફોને લેખિતમાં દાખલ કરવા માટે મંજૂરી આપી દીધી છે.
આ મામલે સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ એસએ બોબડે, ડીવાઇ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ. અબ્દુલ નજીરની સંવિધાનિક બેંચ કરી રહી છે. હવે 15 ઓગસ્ટ બાદ જ ખબર પડશે કે મધ્યસ્થતા પ્રક્રિયાએ શું મેળવ્યું, કારણ કે કોર્ટે આદેશ આપ્યો હતો કે પ્રક્રિયા સમગ્ર રીતે ગુપ્ત રહેવી જોઇએ.