સુપ્રીમ કોર્ટ અયોધ્યા જમીન વિવાદ કેસમાં બીજી ઓગસ્ટથી ઓપન કોર્ટમાં સુનાવણી શરૂ કરે તેવી સંભાવના છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસમાં નિયુક્ત કરેલી મધ્યસ્થોની સમિતિને જુલાઈના અંત સુધી મધ્યસ્થતાની પ્રક્રિયા જારી રાખી પહેલી ઓગસ્ટે રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.
૧૧મી જુલાઈએ હાથ ધરેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની પાંચ જજની બેન્ચે મધ્યસ્થતા સમિતિ પાસે પ્રોગ્રેસ રિપોર્ટની માગ કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે, અમે જસ્ટિસ એફ.એમ. ઇબ્રાહીમ કલિફુલ્લાના નેતૃત્વ હેઠળની મધ્યસ્થતા સમિતિને વિનંતી કરીએ છીએ કે આજની તારીખ સુધીમાં થયેલી પ્રગતિ અંગે કોર્ટને માહિતી આપે. કોર્ટે સમિતિને ૧૮મી જુલાઈ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો જેથી મધ્યસ્થતાની પ્રક્રિયા જારી રાખવી કે કેસની સુનાવણી શરૂ કરવી તે અંગે નિર્ણય લઈ શકાય.