સુપ્રીમ કોર્ટમાં દશેરાની સપ્તાહની રજાઓ બાદ અયોધ્યા ભૂમિ વિવાદ મામલામાં સોમવારે અંતિમ તબક્કાની સુનાવણી થઈ રહી છે. જેમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કોર્ટમાં કહ્યું કે, શ્રદ્ધાથી જમીન ન મળી જાય, સ્કન્દ પુરાણથી અયોધ્યાની જમીનનો અધિકાર ન મળી જાય. બંધારણ બેચમાં સુનાવણીનો આ 38મોં દિવસ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.