રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટમાં પ્રતિદિનની સુનાવણી મંગળવારથી શરૂ થઈ છે. સૌથી પહેલાં નિર્મોહી અખાડાએ વિવાદિત જમીન પોતાની માલિકીની હોવાનો દાવો માંડયો હતો. નિર્મોહી અખાડાના વકીલ સુશીલકુમાર જૈને એવી દલીલ કરી કે ૧૯૩૪થી વિવાદિત જમીન પર અમારો કબજો છે. નકશો દેખાડતા તેમણે કહ્યું કે અમારો દાવો વિવાદિત પરિસરના અંદરની ભાગ માટેનો છે જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. આ ભાગ પર સૌથી પહેલો અમારો કબજો હતો, પછીથી બીજા લોકોએ તેને બળપૂર્વક છીનવી લીધો હતો. આ જગ્યા રામ જન્મભૂમિ નામથી ઓળખાતી હતી. સુશીલકુમારની દલીલ બાદ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જાણવા માગ્યું કે રામ જન્મભૂમિમાં પ્રવેશ ક્યાંથી થાય છે. ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ૫ સભ્યોની બંધારણીય ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે.