દેશમાં ૫૦૦ વર્ષ કરતાં વધુના સંઘર્ષ પછી કરોડો હિન્દુઓ જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આખરે આવી ગઈ છે. સોમવારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે રામ મંદિરની સ્થાપના માટેની કરોડો ભારતીયોની આતુરતાનો અંત આવી જશે. પરંતુ આ પહેલાં ભારતીયોની સ્થિતિ પ્રખ્યાત હિન્દી ભજન 'અંખિયા હરિ-દરસન કી પ્યાસી, દેખ્યો ચાહતિ કમલનૈન કો, નિસિ-દિન રહતિ ઉદાસી' જેવી થઈ ગઈ છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના આગમન માટે અયોધ્યા નગરી શણગારો સજી-ધજીને તૈયાર થઈ ગઈ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં અરિચલ મુનાઈ પાસે રામ મંદિરમાં પૂજા કરીને દક્ષિણ ભારતમાં રામાયણ સાથે સંકળાયેલા મંદિરોમાં ભગવાનના દર્શન કરી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં તેમની આધ્યાત્મિક યાત્રા પૂરી કરી છે.