ભારતમાં સિટી બેન્કનો રિટેલ બિઝનેસ આજથી એક્સિસ બેન્કને ટ્રાન્સફર થઈ જશે. તેની સાથે જ સિટી કન્ઝ્યૂમર બિઝનેસને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાનો અંતિમ તબક્કો પૂર્ણ થઈ જશે જે ગત વર્ષે માર્ચમાં શરૂ થયું હતું. ભારતમાં સિટી બેન્કના રિટેલ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ અને વ્યક્તિગત લોન, રિટેલ બેન્કિંગ તથા વીમા સેવા સામેલ છે.
2021માં સિટી ગ્રૂપે જાહેરાત કરી હતી તે ભારત સહિત 13 દેશોમાં રિટેલે બેન્કિંગ ઓપરેશન બંધ કરશે. આ અધિગ્રહણ સાથે સિટી બેન્કના રિટેલ ગ્રાહકોને એક્સિસ બેન્ક દ્વારા સેવા આપવામાં આવશે. ભારતની સૌથી જુની વિદેશી બેન્કોમાંથી એક સિટી બેન્કે થોડા દિવસો પહેલા જ એક્સિસ બેન્ક દ્વારા તેમના રિટેલ બિઝનેસનું અધિગ્રહણ થયા બાદ કોલકાતામાં ઐતિહાસિક કનક બિલ્ડિંગના કાર્યાલયથી પરથી તેનું સાઈનબોર્ડ હટાવી લીધું હતું.