છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સરેરાશ બે ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના વાપી શહેરમાં 14.28 ઇંચ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં સિઝનનો 9.20 વરસાદ પડી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લામાં સરેરાશ 10.28 ઇંચ વરસાદ નોંધાયો છે. જીલ્લામાં કોલક, ઓરંગા સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. તો કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. જેને પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.