હિંદી સિનેમાના દર્શકો પર હાલમાં સાઉથ અને હૉલિવુડ ફિલ્મોનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ડાયરેક્ટર જેમ્સ કેમરુની સુપરહિટ ફિલ્મ અવતાર 2(Avtar The Way of Water) બૉક્સ ઑફિસ પર આજથી ધમાલ મચાવવા જઈ રહી છે. ઘણા શહેરોમાં અવતાર 2ની ટિકિટો 2500-3000 રુપિયામાં વેચાઈ છે. ફિલ્મે આખા દેશમાં એડવાન્સ બુકિંગમાં 20 કરોડ રુપિયાથી વધુની ટિકિટો વેચી દીધી છે