કોઇ સારી સસ્પેન્સ ફિલ્મ કે થ્રિલરની ખાસિયત એ છે કે તેમાં સતત નવા વળાંક જોવા મળતા હોય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી ટેસ્ટ મેચ પણ આવી થ્રિલર સસ્પેન્સ ફિલ્મ જેમ જ આગળ ધપી રહી છે. આ ટેસ્ટમાં ભારત-ઓસ્ટ્રેલિયા ઉપરાંત ત્રીજું પાત્ર પીચનું છે, જે પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે. રવિન્દ્ર જાડેજાના ૬ વિકેટ સાથે તરખાટ બાદ ચેતેશ્વર પૂજારાના અડિખમ અણનમ ૭૯ રનની સહાયથી ભારતની ટેસ્ટમાં વળતો પ્રહાર કરવાની આશા ફરી જીવંત બની છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારતના ૧૮૯ સામે ઓસ્ટ્રેલિયા ૨૭૬માં આઉટ થયું હતું.