ઓસ્ટ્રેલિયાએ સ્કિલ્ડ વિઝા માટેના માપદંડ વધારે કડક બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાનાં આ પગલાંને કારણે ભારત સહિતના દેશોમાંથી જનારા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં નોકરી કરવામાં મુશ્કેલ બનશે. ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી દ્વારા ક્વોલિફાઈ થનાર વિદેશી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં નોકરી મેળવવી મુશ્કેલ બનશે. મોટાભાગે ભારત સહિતના દેશમાંથી વિદ્યાર્થીઓ ભણવાની સાથે નોકરી પણ કરી પોતાનો ખર્ચ કાઢી લેતાં હોય છે. ઓસ્ટ્રેલિયા ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ બની રહ્યું છે.